Wednesday, September 25, 2024

મોરબી સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ સહિત ત્રણ તબીબોની નિમણુંક કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ખાતેની સીવીલ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના તજજ્ઞ-ડોકટરોની વર્ગ-૧ની ખાલી જગ્યાઓ ભરાય તે માટે મોરબી માળીયા (મિં)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા સતત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ચીફ પર્સોનલ ઓફિસર, કમિશ્નર-આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ તથા અધિક મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ માન. આરોગ્ય મંત્રી સમક્ષ સતત રજુઆતો કરીને તથા સઘન ફોલો-અપ કરતાં રહ્યા હતાં.

તેના પરિણામ સ્વરૂપે મોરબી સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.મિરલ આદ્રોજા, જનરલ સર્જન તરીકે ડો.યશ પટેલ તથા રેડીયોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.હર્ષિલ અઘેરાની નિમણૂકોના હુકમો કરી દેવામાં આવ્યા છે. આમ, તજજ્ઞ વર્ગ-૧ના ડોકટરોની સેવાઓ મોરબી સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાયેલ છે.

હાલ ઓર્થોપેડિક સર્જન તરીકે સી.એમ.સેતુ યોજના હેઠળ ભરાયેલ છે. હવે આમ, મોરબી સીવીલ હોસ્પિટલની વર્ગ-૧ના તજજ્ઞ ડોકટરો તથા વર્ગ-૨ના મેડીકલ ઓફિસરોની ૯૦ ટકા જેટલી જગ્યાઓ ભરાય ગયેલ છે. જેનો લાભ સિવીલ હોસ્પિટલમાં આવતાં ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર સારી સારવાર આવાં તજજ્ઞ વર્ગ-૧ ડોકટરો મારફત મળે તે માટે સતત ચિંતા સેવીને બ્રિજેશ મેરજાએ આ જગ્યાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભરાય તે માટે જે જહેમત ઉઠાવી હતી તે ફળી છે. બ્રિજેશ મેરજાએ ઉપરોક્ત જગ્યાઓ આરોગ્ય વિભાગ દ્વારા ભરવામાં આવતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર વ્યકત કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર