Sunday, September 29, 2024

મોરબી: સંતાન પ્રાપ્તિની લાલચમાં સાસરિયા દ્વારા મહિલા પર અત્યાચાર, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોંરબી: મોરબીના જેતપર ગામની દીકરી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જુના ઘનશ્યામગઢ ગામે સાસરીયે છે. જ્યાં દિકરીને સંતાન ન થતા તેના પતિ તથા સાસરીયા પક્ષ દ્વારા મહેણાંટોણાં મારી તેમજ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણિતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે પોતાના પિતાને ત્યાં રહેતા હેતલબેન રાજુભાઇ પરસાડીયા (ઉ.વ.૨૫) એ આરોપી રતાભાઇ બુટાભાઇ ગમારા (પતિ), બુટાભાઇ શીવાભાઇ ગમારા (સસરા), અનુબેન બુટાભાઇ ગમારા (સાસુ), રવજીભાઇ બુટાભાઇ ગમારા ( જેઠ), જયોતીબેન રવજીભાઇ ગમારા ( જેઠાણી), ભાનુબેન મોતીભાઇ ગમારા (કાકીજી સાસુ) રહે બધા. જુના ધનશ્યામગઢ તા-ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૩-૦૧-૨૦૨૨ થી ૦૩-૦૧-૨૦૨૩ દરમ્યાન ફરીયાદીને સાસરીયા પક્ષ વાળાઓ પતી સાસુ સસરા જેઠ જેઠાણી તથા કાકીજી સાસુ દ્રારા અવાર નવાર નાની નાની બાબતોમા તથા સંતાન નહી થતા તુ વાંજણી છો તેમ કહી મેણાટોણા બોલી ગાળો આપી પતીને ખોટી ચડામણી કરતા પતી દ્રારા હવે મારે તને જોતી નથી તુ મરી જા તેમ કહેતા પોતે ઝેરી દવા પી જતા સામાન્ય અસર થતા તેમજ અવાર નવાર શારીરીક અને માનસીક દુખત્રાસ આપતા હોવાની ભોગ બનનાર હેતલબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૫૦૪, ૧૧૪ મુજ્બ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર