સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી મંડળની તાજેતરમાં એક મિટિંગ મળી હતી.જેમાં આગામી બે વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
જેમાં પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ મહેતા, મહામંત્રી તરીકે મધુસુદનભાઈ ઠાકર, ઉપપ્રમુખ તરીકે સૂર્યકાંતભાઈ ઠાકર અને મુકેશભાઈ દવે તેમજ ખજાનચી તરીકે હરીશભાઈ દવે જયારે સહમંત્રી તરીકે વિમલભાઈ જોષીની નિમણુક કરવામાં આવી છે.
