રાજ્યમંત્રી સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
મોરબી : હાલ મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં.મંત્રી બ્રિજેશભાઇ મેરજા હસ્તે નગરપાલિકા વિસ્તારમાં આવેલ સલાણી વાસ અને લાભનગર વિસ્તારમાં સી.સી. રોડ તેમજ પી.જી.વી.સી.એલ. ઓફીસથી લાભનગર સુધીના ડામર રોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં.
આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં વિજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ રસ્તા સહિતની તમામ પ્રકારની પ્રાથમિક સવલતો નાગરિકોને મળી રહે અને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ લાભનગર, સલાણી વાસ ખાતે નવા સી.સી. રોડ તેમજ પી.જી.વી.સી.એલ. ઓફીસથી લાભનગર સુધીના ડામર રોડના નિર્માણ થકી આ વિસ્તારના રહિશો ઉપરાંત નગરજનોને આવન જાવનમાં પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ થશે અને આ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થશે.આ પ્રસંગે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના સદસ્યો સહિત નગરજનો ઉપસ્થિત રહયા હતાં.