મોરબી : મોરબી પંથકમાં તાજેતરમાં આગ ગામે આગ નોદુર્ઘટનાનાં બનાવો સામે આવી રહ્યા છે
ત્યારે મોરબી નજીક આવેલા લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં એક ગાય અને બે વાછરડી આગ ની લપેટમાં આવી ગયા હતા 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું હતું
ગઈકાલે લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક એકાએક આગ લાગી હતી. આ આગનો ભોગ પશુઓ બન્યા હતા. ત્યારે તે જગ્યાએથી પસાર થતી ખીલખીલાટ એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફ દ્વારા 1962 હેલ્પલાઇન નંબર પર કોલ કરતા પશુ હેલ્પલાઇન ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગની દુર્ઘટનામાં એક વાછરડીનું મૃત્યુ થયું હતું. તેમજ એક ગાય અને બે વાછરડી ઘવાયેલી હાલતમાં હતા. તેઓને પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આથી, ત્રણ ગૌમાતાઓના જીવ સારવારથી બચી ગયા હતા. આમ, 1962 હેલ્પલાઇનમાં ફરજ બજાવતા ડો. વિપુલભાઈ કાનાણી અને ડ્રાઈવર પ્રવિણસિંહ વાઘેલા દ્વારા પ્રસંસનીય કામગીરી કરવામાં આવી હતી.
મોરબીમા રેલ્વે સ્ટેશન વાળો રોડ તથા સુપર ટોકીઝ થી આસ્વાદ પાન સુધીનો રોડ તેમજ ચિત્રકુટ થી કબ્રસ્તાન વાળો રોડ પણ પતી ગયેલ છે જેથી આ બધા રોડ તાત્કાલીક પેવર બ્લોક વાળો અથવા આર.સી. સી. રોડ બનાવી આપવા મોરબીના સામાજિક કાર્યકરોએ પાલિકા ચીફ ઓફિસર , કલેકટર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને...
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એડ્રોડ સિરામિક કારખાનામાં દારૂ પીને છત પરથી પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ દેવાભાઈ રસીકભાઈ ગોવાણી (ઉ.વ.૨૭) બેલા ગામની સીમમા આવેલ એડ્રોડ સીરામીક તા.જી.મોરબી વાળો એડ્રોડ સીરામીકની છત ઉપર દારુ પી ને ચઢેલ અને છત પરથી પડી જતા સારવારમા ખસેડવામાં આવતા ફરજ...