Wednesday, September 25, 2024

મોરબી રવાપર રોડ પરથી બાઈકની ઉઠાંતરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી રવાપર રોડ સીસી પડદાવાળી શેરીમાં સિધ્ધીવીનાયક કોમ્પલેક્ષની બાજુમાં જાહેર રોડ પરથી બાઈક ચોરી કરી અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ મોરબી ઉમિયા સર્કલની બાજુમાં ઉમિયાનગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ મોહનભાઈ ગરચર (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે મોરબી રવાપર રોડ સીસી પડદાવાળી શેરીમાં સિધ્ધીવીનાયક કોમ્પલેક્ષની બાજુમાં જાહેર રોડ પરથી અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ રજીસ્ટર નં- જીજે-૦૩-એફસી-૬૮૬૯ વાળુ સને ૨૦૧૩ મોડલનુ કાળા કલરનુ કિ.રૂ ૨૨,૦૦૦/-વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે નિલેશભાઈ એ અજાણ્યા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર