80% થી વધુ ગુણ મેળવનાર કુલ 7 વિદ્યાર્થીઓ
70% થી વધુ ગુણ મેળવનાર કુલ 18 વિદ્યાર્થીઓ
મોરબી શહેર મા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ સમય થી કાર્યરત શ્રી પ્રવિણભાઈ કક્કડ (૪૭ વર્ષ ના અનુભવી) તથા શ્રી નિર્મિતભાઈ કક્કડ (૧૫ વર્ષ ના અનુભવી) દ્વારા સંચાલીત જનતા ક્લાસીસ ના Std-12th C.B.S.E. (Commerce) Term-1 ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ણ પરિણામો ની પરંપરા ને જીવંત રાખી છે.
પ્રવર્તમાન વર્ષ થી C.B.S.E. બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ને બે વિભાગ મા વહેંચવામા આવ્યુ છે. જે અંતર્ગત Term-1 અને Term-2 ની પરિક્ષાઓ બોર્ડ દ્વારા જ આયોજીત કરવા મા આવી રહી છે ત્યારે તાજેતર મા Std-12th Commerce Term-1 નુ C.B.S.E. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા મા આવ્યુ છે જેમા મોરબી જનતા ક્લાસીસ ના કુલ ૭ વિદ્યાર્થીઓ એ ૮૦% થી વધુ તથા કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ૭૦% થી વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાના પરિવાર તથા ક્લાસીસ નુ નામ રોશન કર્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેર મા શિક્ષણક્ષેત્રે છેલ્લા ચાર દાયકા થી પણ વધુ સમય થી કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા Std-11th & 12th (commerce) C.B.S.E. & G.S.E.B. ,B.com.,B.B.A., M.com. સહીત ના અભ્યાસક્રમો ના બધા જ વિષયો નુ શિક્ષણ પ્રદાન કરવા મા આવે છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ ક્લાસીસ ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામો ની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓ ની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસ ની સંચાલકો શ્રી પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.
ટંકારા તાલુકાના લજાઇ ગામેથી રાત્રીના સમયે રીક્ષા ચોરી કરનાર બે ઇસમોને સી.એન.રીક્ષા કી.રૂ. ૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ટંકારા પોલીસને સયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારાના લજાઈ ગામેથી ચોરીમાં ગયેલ સી.એન.જી. રીક્ષા નંબર- GJ-36-U-8976 વાળી કોઇ...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્ર હિત , શિક્ષક હિત ,સમાજ હિત ના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ, શિક્ષકોને સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ , ગુરુવંદન દિવસ ,માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે, ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ...
મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦...