Wednesday, September 25, 2024

મોરબી-માળીયા વિધાનસભા સીટ પર કોંગ્રેસ અગ્રેસર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ જીત જયંતિભાઈ પટેલની નજીક સરકી રહી છે

મોંઘવારીથી પરેશાન ગ્રામ્ય અને શહેરી જનતા દ્વારા થઈ રહ્યું છે કોંગ્રેસના પ્રચારકોનું ઉંમળકા ભેર સ્વાગત

મોરબી : મોરબીમાં મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ચૂંટણી ચિત્ર નિત નવા મોડ પર કરવટ બદલી રહ્યું છે. પોતાના પ્રચાર અભિયાનમાં પહેલેથી જ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવારો પર સરસાઈ મેળવી ચૂકેલા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલને મોરબી શહેર તેમજ મોરબી-માળીયાના ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર મોરબી માળિયા વિધાનસભામાં જનતાનો જે રીતે ઉષ્મા સભર પ્રતિસાદ સાંપડયો છે તે જોતા લાગે છે કે જયંતીભાઈ પટેલનો વિજય હવે સુનિશ્ચિત થવા જઈ રહ્યો છે.

મોરબી-માળિયા વિસ્તારમાં જે પ્રકારે ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવાં પડી રહ્ય છે તેમજ પચીસ પચીસ વર્ષથી એક હથુ ભાજપનું શાસન હોવા છતા માળિયાના ખેડૂતોને પોતાની ખેતી બચાવવા માટે પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળી રહ્યું નથી. જયારે ઉભો પાક શુકાતો હોય ત્યારે ખેડૂતોને પાણી માટે વલખાં મારવાં પડે છે પાણી સહીતના અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ મુદ્દાઓના હલ માટે મોરબી-માળીયા વિસ્તારના લોકો કોંગ્રેસ ઉમેદવાર જયંતિભાઈ પટેલને વિજય બનાવવાના કોલ આપી રહ્યા છે. મોરબી માળિયા વિસ્તારના દરેક ગામડાઓમાં કોંગ્રેસ પક્ષના જોશીલા ઉમેદવાર જયંતિભાઈ પટેલને જબર પ્રતિસાદ મળી રહ્યો છે. જયંતીભાઈ પટેલના જબર જસ્ત ચૂંટણી પ્રદર્શનને કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીના ડબા ગુલ થઇ ગયા હોય તેવું વાતાવરણ છે જેને કારણે તેઓ માર્કેટમાં દેખાવા માટે મરણીયો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ક્યાયથી દાળ ગળતી નથી. સમગ્ર મોરબી વિસ્તારનું આકલન કરતા એ વાત સ્પષ્ટ જણાય છે કે જયંતીભાઈ પટેલ પોતાની ભવ્ય જીત તરફ અગ્રેસર આગળ વધી રહ્ય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર