Wednesday, September 25, 2024

મોરબી માં સતત જાસુસી વચ્ચે રોયલ્ટી પાસ વગર નાં બે ડમ્પર પકડી પાડતુ ખાણ ખનીજ ખાતુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં ખનીજ ચોરી મા માત્ર ખાણ ખનીજ વિભાગની જવાબદારી હોય તેમ ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરી પકડે છે. પણ તેમની સતત જાસુસી થતી હોય ખાણ ખનીજ વિભાગ નાં અધિકારીઓ ખનીજચોરી કરનારાઓ પાસે પહોંચે તે પહેલા જ આવી જાસુસી કરતા લોકો ખનીજ ચોરોને જાણકારી આપે છે.

પરંતુ ગઈકાલે રાત્રે આવી જાસુસી કરનારાઓની આંખમાં ધૂળ નાખીને ખાણ ખનીજના અધિકારીએ ખનીજ ભરેલા પાસ પરમીટ વગર ના બે ડમ્પર પકડી પાડયા છે.પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગઈ કાલની રાત્રે તારીખ ૨-૬-૨૦૨૨ ના રોજ ખાણ ખનીજ વિભાગ ની ટીમ નાં રોયલ્ટી ઇન્સ્પેકટર રવીભાઈ કણસાગરા, ગોપાલભાઈ ચંદારાણા, મિતેશભાઈ ગોજીયા, ગોપાલભાઈ સુવા દ્વારા ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલું અને તે દરમ્યાન માળિયા ફાટક ના બ્રિજ પર થી એક ડમ્પર કાબ્રોસેલ ખનીજ ભરેલ અને એક ડમ્પર ફાયરકલે ખનીજ ભરેલા હતા તેના ચાલક પાસેથી રોયલ્ટી પાસ વગર વાહન હોય બન્ને ડમ્પર નેં પકડીને મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકે રાખવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ના સરકારી વાહન ની પાછળ સતત ઇકો ગાડી થી જાસુસી કરવા અને વોચ રાખવા પૈસા લઈ વોટ્સએપ ગ્રૂપ ચલાવે છે. અને સરકારી ગાડી નું સતત લોકેશન આપે છે જેથી સરકારી ગાડી ખનીજ ચોરો પાસે પોહચે એ પહેલા જ તેઓ ભાગી જાય છે અને રેડ નિશફળ જાય છે અને ખનીજ ચોરો ને પ્રોત્સાહન મળે છે. અને ખનીજ ચોરી ચાલુ રહે છે. અને સરકારની તિજોરીની રોયલ્ટી ની આવકનું કરોડો નું નુકસાન જાય છે. અને ખાણ ખનીજ ના અધિકારીઓને જીવના જોખમે ખાનગી વાહનમાં ચેકીંગ કરવાની ફરજ પડે છે.
અહીં એ વાત જણાવી દઈએ કે ખનિજ ચોરી બંધ કરાવવા માટે ની જવાબદારી તાલુકા લેવલે મામલતદાર અને તાલુકા પોલીસ અધિકારી ની જવાબદારી છે. જિલ્લા કક્ષાએ કલેકટર, પોલીસ અધિક્ષક, અને ખાણ ખનીજ વિભાગ, તેમજ તે પ્રમાણે રાજ્ય લેવલે જવાબદારી નાખવામાં આવી છે. પણ મોટેભાગે ખાણ ખનીજ વિભાગ નેં બાદ કરતાં એક પણ અધિકારી ની ઠોસ કામગીરી નથી તેવુ જોવા મળે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર