મોરબી માં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત એક સરાહનીય સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે
વધું જાણવા મળતી વિગતો મુજબ “વિશ્વ ચકલી દિવસ ”તા.20/ 3/ 2022 નાં રોજ “ચકલીઓ નો માળો બનાવીએ ” અને “ચકલી ને બચાવવા હું શું કરી શકું ?” એ સ્પર્ધા માં આપનાં વિચાર નો વિડીયો બનાવી મોકલી આપો.આવો આપણે ચકલી નાં માળા બનાવીએ, ચકલીઓ ને અગાસી કે બાલ્કની કે ફળીયા માં પાણી નાં કુંડા થોડો ખોરાક (ચણ) બાજરો ચોખા ની કણકી, રોટલી નાં નાનાં ટુકડાઓ ભાત વગેરે અચુક મુકીએ .ઘર આંગણા માં જગ્યા હોયતો જરૂર વૃક્ષારોપણ કરીએ. નાનપણ થી જ કુદરત પ્રત્યે લગાવ રોપીએ.
આપનો ચકલીઓ નો માળો બનાવી ચકલીઓ ને બચાવ માટે હું શું કરી શકું? વિડીયો તા. 20 /3 /2022 રાત્રે ,9=00 સુધી માં નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર પર મોકલી આપો.
98249 12230 / 87801 27202/97279 86386
એલ.એમ.ભટ્ટ- દિપેનભાઈ ભટ્ટ
આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર
ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી