મોરબીના વજેપર વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની 15 વર્ષની સગીરાને હવસ નો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દેતા આ પ્રકરણમાં સંડોવાયેલા ઈસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ પોલીસ દ્વારા કોર્ટમાં પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા આ બાબતનો કેસ અદાલતમાં ચાલી જતાં આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી
આ કેસની જાણવા મળતી વિગતો અનુસાર મોરબી શહેરી વિસ્તારમાં ગત તા.26 જુલાઈ 2016ના રોજ 15 વર્ષની દીકરી ઉપર બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુના રાય નામના નરાધમેં નજર બગાડી હતી અને નરાધમે કુમળીવયની તરુણીને વાસનાનો શિકાર બનાવી તેના ઉપર કૃકર્મ આચરી પોતાનું પાપ છુપાવવા માટે તેણીનું ગળું દબાવી નિર્દયી રીતે હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં એ નરાધમે તરુણીએ પહેરેલા દગીના ઉતારીને લૂંટ ચલાવી ભાગી છૂટ્યો હતો. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા જે તે સમયે પોલીસે આરોપી નરાધમને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. તેમજ આરોપીને કોર્ટમાં સખત સજા થાય એ માટે પોલીસે સજ્જડ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. દરમિયાન આ કેસ આજે મોરબીની સ્પે. કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપીને આ કેસમાં દોષિત ઠેરવી તેને જીવે ત્યાં સુધી એટલે આજીવન કારાવાસની સજા ફટાકરી હતી.
