મોરબીના રવાપર રોડ પર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતી એક પરિણીતા પોતાના ઘરના અન્ડરગ્રાઉન્ડ ટાંકા માં પડી જતા ડૂબી જવાથી તેમનું મોત થયું હતું આ બાબતની પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે બનાવ ની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરણીતા નાં લગ્નને હજુ નવ વર્ષ થયાં છે અને બે સંતાન હોવાનું બહાર આવ્યું છે
જાણવા મળતી વિગત મુજબ મોરબીના ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન રોહિતભાઈ છનીયારા નામની 3૪ વર્ષની પરિણીતા પોતાના ઘરના અંડરગ્રાઉન્ડ ટાંકા માં પડી જતાં ડૂબી જવાથી તેમનું મુત્યુ થતાં પીએમ અર્થે તેમની ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ આ બનાવની જાણ પોલીસ મથકે થતાં પોલીસ અધિકારી એ પી જાડેજા એ વધુ તપાસ હાથ ધરી છે
કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા આવતીકાલે ઉત્તરાયણ માં પતંગ ની દોરી થી ઘાયલ થતાં અબોલ પક્ષીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુ થી તેમનો હેલ્પલાઇન નંબર જાહેર કરવા માં આવ્યો છે તથા સંસ્થા દ્વારા મોરબી ના મુખ્ય જગ્યોઓ ઉપર 20 પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવા માં આવ્યા છે....
વાંકાનેર: ઢુવા ચોકડી પાસે રોડ પર કાર વડે જોખમી સ્ટંટ કરતા ઈસમને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ઢુવા ચોકડી પાસે વાહન ચેકિંગ કરતા હોય તે દરમ્યાન એક કાર ચાલક પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજામાંથી પોતે ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના...