Monday, September 23, 2024

મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝૂલતો પુલ ધરાશાય, 134 થી વધુ લોકોના મૃત્યુ, આ બનાવમાં જવાબદારો વિરૂધ્ધ ગુનો નોંધી 09 ઇસમોને હસ્તગત કરતી મોરબી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝૂલતો પુલ ધરાશાય થતા આશરે ૧૩૪ થી વધુ લોકોના મૃત્યુ તથા ૫૦૦ જેટલા વ્યકિતઓને નાની મોટી ઇજા થતા સદર ગોજારા બનાવ અનુસંધાને જવાબદારો વિરૂધ્ધ તાત્કાલીક અસરથી ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી કુલ-૦૯ ઇસમોને મોરબી પોલીસે હસ્તગત કરેલ છે.

ગઇ તા.૩૦/૧૦/૨૦૨૨ ના રોજ મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ ધરાશાય થતા પુલ ઉપરના આશરે ૨૫૦ થી ૩૦૦ જેટલા પર્યટનો મચ્છુ નદીના પાણીમાં પડી જવાથી તેઓને બચાવ તથા રાહત કાર્ય તાત્કાલીક કરવા સરકાર તરફથી સુચના થઇ આવેલ હોય તેમજ બનાવની ગંભિરતાને ધ્યાને લઇ માનનીય મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ બનાવ સ્થળની વિઝીટ લઇ તેમજ ઇજાગ્રસ્તોને અસરકારક અને તાત્કાલીક સારવાર મળી રહે તે સારૂ જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા વહીવટી તથા પોલીસ તંત્રને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ તથા અન્ય વહીવટી તંત્ર, નગરપાલીકા, સામાજીક સંસ્થાના માણસો તથા સેવા ભાવી તરવૈયાઓ દ્વારા તેમજ હોડકા, દોરડા રસ્સા મારફતે બચાવ અને રાહત કામગીરી તાત્કાલીક અસરથી શરૂ કરાવી ૧૦૮ તથા સરકારી/ખાનગી એમ્બ્યુલન્સનો મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલીક મોરબી સરકારી/ખાનગી હોસ્પીટલોમાં સારવાર અર્થે મોકલવા તજવીજ કરેલ હતી.

સદર ઝૂલતો પુલ ૧૮૮૭ થી મોરબી સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ હતો જે પુલનું અવાર-નવાર સરકાર દ્વારા અલગ અલગ ખાનગી એજન્સીઓ મારફત સમારકામ, મેન્ટેનન્સ તેમજ મેનેજમેન્ટ અર્થે સોપી લોકોનું આનંદપ્રમોદનું સ્થળ કાર્યરત રાખવામાં આવેલ સદર પુલ છેલ્લા આઠેક માસથી મેન્ટેનન્સ અર્થે બંધ રાખેલ હોય જે ઝુલતા પુલનુ મેન્ટેનન્સ, સમારકામ પૂર્ણ થતા ગત તા.૨૬/૧૦/૨૦૨૨ના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો. તાજેતરમાં દિવાળીના તહેવારના દિવસો અનુસંધાને લોકોની વધુ ભીડ રહેતી હોય અને આજરોજ સદર પુલ મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટની ખામીના લીધે ધરાસાઈ થયેલ હોય જેથી આ બાબતે સરકાર તરફે ફરીયાદી પોલીસ ઈન્સ્પેકટર, મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનનાઓએ સદર મચ્છુ નદિ પર આવેલ ઝુલતા પુલનુ સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિતઓ/એજન્સીઓ વિરૂધ્ધ ગુનો મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૨૦૦૩૪૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૦૪,૩૦૮,૧૧૪ મુજબ રજીસ્ટર કરાવેલ છે.

સદરહુ બનાવની ગંભીરતા તેમજ સરકારની સુચના અનુસાર પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને હસ્તગત કરવા પોલીસ અધિક્ષક મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબનાઓને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સદરહુ ગુનાની તપાસ પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબીનાઓને સોપી ગુનામાં સંડોવાયેલ જવાબદારો વિરૂધ્ધ તાત્કાલીક અસરકારક કામગીરી કરી હસ્તગત કરવા અલગ અલગ ટીમો બનાવી સંડોવાયેલ જવાબદારો પૈકી નીચે જણાવેલ કુલ-૯ ઇસમોને ગણતરીના કલાકોમાં હસ્તગત કરવામાં સફળતા મળેલ હોય જે ઇસમો વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ સંડોવાયેલ વધુ ઇસમો વિરૂધ્ધ એફ.એસ.એલ. તથા એસ.આઇ.ટી. ની સુચના અને માર્ગદર્શન મુજબ સચોટ પુરાવા મેળવી વધુ આરોપીઓ હસ્તગત કરવા આગળની તપાસ ચાલુ છે.

હસ્તગત કરેલ આરોપીઓના નામ સરનામાં

(૧) દિપકભાઇ નવિનચંદ્ર પારેખ ઉ.વ.૪૪, (૨) દિનેશભાઇ મહાસુખરાય દવે ઉ.વ. ૪૧, (૩) મનસુખભાઇ વાલજીભાઇ ટોપીયા ઉ.વ. ૫૯, (૪) માદેવભાઈ લાખાભાઈ સોલંકી ઉ.વ.૩૬, (૫) પ્રકાશભાઇ લાલજીભાઈ પરમાર ઉ.વ. ૬૩, (૬) દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર ઉ.વ.૩૧ (૭) અલ્પેશભાઇ ગલાભાઇ ગોહીલ ઉ.વ. ૨૫, (૮) દિલીપભાઇ ગલાભાઇ ગોહીલ ઉ.વ. ૩૩, (૯) મુકેશભાઇ દલસીંગભાઇ ચૌહાણ ઉ.વ. ૨૬. રહે. નં-૧ થી ૪ મોરબી તથા ૫ થી ૬ ધ્રાંગધ્રા તથા ૭ થી ૯ કામાવીરા, ટુકીવજો ફળીયુ, તા. ગરબાડા જી. દાહોદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર