Saturday, September 21, 2024

મોરબી ને સરકારી મેડિકલ કોલેજ પાછી આપો ની માંગ સાથે આજ થી કોંગ્રેસેના ધરણાં પ્રદર્શન શરૂ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એક તરફ ઉનાળા નો આકરો મીજાજ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સરકાર મેડિકલ કોલેજ રદ્દ થતાં સામાજિક સંસ્થાઓ અને વિરોધ પક્ષો એ પણ સરકાર સામે આકરાં મિજાજ દેખાડતાં રાજકારણ ગરમાયું છે

2020 માં સરકારી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવેલ જેનો વિધાનસભાની પેટા ચૂંટણી માં ભરપૂર લાભ ઉઠાવી વાહવાહી લુંટવામાં આવેલ જોકે મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલ સરકારી ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ છેલ્લી ઘડીએ તાપી જિલ્લાને ફાળવી દેવાઈ હતી. જયારે મોરબીની ખાનગી સંસ્થાને સાથે રાખી શરુ કરવાનો નિર્ણય લેતા મોરબી જીલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજની જાહેરાત કરવામાં આવતા મોરબીવાસીઓ સાથે સરકાર દ્વારા છેતરપીડી કરવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય લોકોથી લઇ રાજકીય પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે. અને તેનો વિરોધ ઉઠવાની શરૂઆત થઇ ચુકી છે.
તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ બહાર ધરણા અને દેખાવ કરવામાં આવ્યા હતા હવે આ વિરોધમાં કોંગ્રેસ પણ જોડાયું છે. મોરબીના સરદાર બાગ સામે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સામે ધરણા શરુ કરવામાં આવ્યા છે સાથે સાથે મોરબીને થયેલા અન્યાયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા મોરબીને જ સરકારી મેડીકલ કોલેજ જ મળવી જોઈએ તેવી માગણી કરવામાં આવી રહી છે અને તેના માટે આગામી 6 દિવસ સુધી ધરણા ચાલશે. પ્રથમ દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, ધારાસભ્ય મોહમદ પીરજાદા,મનોજ પનારા આ ધરણામાં મોરબી જિલ્લાની 4 નગરપાલિકા તેમજ 5 તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા કોંગ્રેસના કાર્યકરો એક પછી એક એમ જોડાશે અને સરકારના આ નિર્ણય સામે જોરદાર વિરોધ કરશે. જ્યાં સુધી સરકારી મેડીકલ કોલનહી મળે ત્યાં સુધી કોંગ્રેસ વિરોધ કરશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર