Monday, September 23, 2024

મોરબી ની નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની વિધાર્થીનીઓ એ સફળતાના શિખરો સર કર્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 3 માં બધા સ્ટુડન્ટ્સ નવયુગ મહિલા સાયન્સ કોલેજના છે અને પરિણામોમાં ડંકો વગાડ્યો છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની વિધાર્થીનીઓ એ સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 3 માં તમામ 3 સ્થાન મેળવ્યા છે. મોરબી જિલ્લા પ્રથમ ગામી અપેક્ષા ૯૨.૦૦%, દ્વિતીય વસિયાણી અંજલી ૯૧.૨૭% અને મુછડિયા નિકિતા ૯૧.૨૭%, તૃતીય દેત્રોજા નેન્સી ૮૮.૦૦% મેળવી અભુતપુર્વ સિધ્ધિ સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.
સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર