મોરબી: નવા બસ સ્ટેન્ડ સામે આખલા સાથે બાઈક અથડાતા એકનું મોત
મોરબી: મોરબી શનાળા રોડ ઉપર નવાં બસ સ્ટેન્ડ સામે રોડ ઉપર આખલો આડો ઉતરતા આખલા સાથે બાઈક અથડાતાં એકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી બાઈક સવાર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબીના નવા જાંબુડીયા ગામે શક્તિપરામા રહેતા દીનેશભાઈ અવચરભાઈ સાલાણી (ઉ.વ.૩૮) એ આરોપી સાહિલ જાહીરભાઈ નારેજા રહે. સર્કિટહાઉસ સામે મફતીયુપરૂ મોરબી – વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના સવા અગીયારેક વાગ્યાના અરસામાં આરોપી ચાલકે હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં.જીજે.૩૬.એ.ઇ.૮૪૫૮ વાળુ મોરબી નવા બસસ્ટેંડથી ગાંધીચોક તરફ જતા રસ્તા ઉપર બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી રસ્તામા ખુંટીયો આડો ઉતરતા તેની સાથે અથડાવતા મોટરસાયકલ પાછળ બેસેલ ફરીયાદીનો દીકરો અજય નિચે પડી જતા રોડ ઉપર આવેલ ફુટપારીના થાંભલા સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરના ભાગે છોલછાલ જેવી ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.