અગાઉ પણ ભારત સરકાર ના ઉચ્ચ શિક્ષણ વિભાગ માં રિસોર્સ પર્સન તરીકે જવાબદારી નિભાવી હતી
ભારત સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલય અંતર્ગત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ પરિષદ હૈદરાબાદ દ્વારા ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના અધ્યક્ષ હેઠળ હૈદરાબાદ મુકામે નેશનલ કોન્ફરન્સનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે

આ નેશનલ કોન્ફરન્સ નો ઉદ્દેશ્ય ભારતની ગ્રામ્ય વિસ્તાર આવેલી કોલેજ ગ્રીન કેમ્પસ બને અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કોલેજોનું સક્સેસ સ્ટોરી રિસર્ચ રિસર્ચ પેપર અને પેપર પ્રેઝન્ટેશન કરવામાં આવશે ગુજરાતમાંથી ભારત સરકાર દ્વારા આઠ જિલ્લા પસંદ કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લો પણ પસંદ કરેલ છે. મોરબી જિલ્લામાં થી નવયુગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિરેન મહેતા ની District રિસોર્સ પર્સન તરીકે પસંદગી કરવામાં આવેલ હતી આગામી તારીખ ૨૧ અને ૨૨ માર્ચ 2022 ના રોજ મોરબી જિલ્લાની ગ્રામ્ય કોલેજનું પેપર પ્રેઝન્ટેશન પણ કરશે. ગ્રામ્યવિકાસ મહિલા સશક્તિકરણ સોર ઉર્જા પર્યાવરણ સરક્ષણ સ્વચ્છતા અભિયાન જળ સંપત્તિ નું સરક્ષણ આ નેશનલ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ છે નવયુગ કોલેજ કોલેજના પ્રિન્સિપાલ ડોહિરેન મહેતા રાષ્ટ્રીય કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અગાઉ ડોક્ટર હિરેન મહેતા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વર્લ્ડ બેંક અને ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં નેશનલ રિસોર્સ પર્સન તરીકે જવાબદારી નિભાવેલી હતી દસથી વધારે રિસર્ચ પેપર તેમજ પાંચથી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રતિનિધિત્વ કરેલ છે.
