મોરબીના ગોર ખીજડિયા નજીક આવેલ નેક્ષા પેપરમિલમાં આવેલ કાચા મટીરીયલની ગાંસડીમાં મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી.
કાગળ અને ઘાસના કારણે આગે ગણતરી મીનીટમાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું અને આસપાસની બીજી ગાંસડીઓ પણ ઝપટમાં આવી ગઈ હતી.ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ ત્રણ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સવારે 11 વાગ્યા સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો અને ફેક્ટરીમા લાગેલી મહદ અંશે કાબુમાં આવી ગઈ હતી.
હાલ ફેકટરીમાં ક્યા કારણસર આગ લાગી તેનું કારણસામે આવ્યું નથી.જોકે એફએસ એલની તપાસ અને તેના રીપોર્ટ બાદ ખ્યાલ આવી શકશે, બનાવમાં સદનસીબે જાનહાની થઇ ન હતી
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર પ્રધાનમંત્રી કિસાન યોજનાના રૂપિયા ૨૦૦૦ ના આગામી ડિસેમ્બરના હપ્તા માટે...
મોરબી: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને અત્યાર સુધી ૫૦ ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું, હવે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો...