Sunday, January 12, 2025

મોરબી નગરપાલીકામાં વધુ એક કોન્ટ્રાકટ રદ કરાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં કચરાના સ્ટેન્ડ પરથી કચરો ઉપાડવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર એજન્સીને અગાઉ દંડ ફટકારી તાકીદ કરવામાં આવી હતી છતાં સ્થિતિમાં સુધારો ના થતા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શ્રીજી એજન્સી અમદાવાદને નોટીસ ફટકારી જણાવ્યું છે કે તા ૧૮-૧૦-૨૦૨૧ થી આપની એજન્સીને મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારના નાના મોટા કચરાના ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાકટ આપેલ જે કામગીરીમાં બેદરકારી બદલ અને કરારની શરતોનો વારંવાર ભંગ કરતા નોટીસ આપી હતી અને કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધારવા તાકીદ કરી તેમજ રૂ ૨,૦૦,૧૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો બાદમાં સ્થળ પર ફરીથી રૂબરૂ નિરીક્ષણ કરતા કામગીરીમાં સુધારો માલૂમ પડ્યો નથી જેની અસર લોકોના જાહેર આરોગ્ય પર થાય છે

 

 

વધુમાં પાલિકા દ્વારા કોન્ટ્રાકટ રદ્દ કરતા પત્રમાં જણાવ્યું છે કે, મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારોના નાના-મોટા કચરાના પોઈન્ટ-ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો પરંતુ ઉપરોક્ત કામગીરીમાં બેદરકારી દાખવતાં વિવિધ મુદાઓ અને કરારની શરતો નં. ૫, ૯, ૧૦, ૨૯ તથા ૩૭ નો વારંવાર ભંગ કરતાં નોટીસ આપવામાં આવેલ અને નોટીસમાં નિર્દિષ્ટ જગ્યા પર કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધરવા બાબત તાકીદ કરેલ અને રૂ. ૨,૦૦,૧૦૦/- નો દંડ પણ કરવામાં આવેલ.

ઉપરાંત હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ ની કામગીરી ચાલી રહી છે અને આ પ્રકારની બેદરકારીને કારણે લોકોનું જાહેર આરોગ્ય જોખમાઈ છે અને મોરબી નગરપાલિકાના નેશનલ રેન્ક પર અસર પડે છે જેથી કોન્ટ્રાકટની શરત નંબર ૨૩ અંતર્ગત તાત્કાલિક અસરથી કોન્ટ્રાકટ રદ કરવામાં આવે છે જેની સ્પષ્ટ નોંધ લેવા જણાવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર