આજરોજ નાનીવાવડી કન્યા પ્રાથમિક શાળાના પટ્ટાંગણમાં ‘દીકરીની સલામ દેશને નામ’ કાર્યક્રમ અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલ દીકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા દેશભક્તિના વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, તાલુકા પંચાયત સભ્ય, ગામના સરપંચ ગોદાવરીબેન, ગામના વડીલો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
મોરબી તાલુકાના રવાપર નદી ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા વિજયભાઈ રામજીભાઈ બોચીયા (ઉ.વ.૩૦) નામના યુવકે રવાપર નદી ગામના સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબી તાલુકાના પીપળી રોડ પર રોયલ સ્પા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબી તાલુકાના પીપળી રોડ પર રોયલ સ્પા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૯૭૯ ના મુદ્દામાલ સાથે આરોપી...
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત...