Tuesday, September 24, 2024

મોરબી જીલ્લાના પનોતાપુત્ર અને હડમતિયા ગામના વતની ડીવાયએસપી કે.ટી. કામરીયાનો આજે જન્મદિવસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઉચ્ચ પોલિસ અધિકારીઓમા સ્વચ્છ છબી ધરાવતા તેમજ માદરે વતન મોરબી જીલ્લાનું નામ ગુંજતું કરનાર કર્મનિષ્ઠ બાહોશ કડક તેમજ મિલનસાર સ્વભાવ ધરાવતા અધિકારી કે.ટી. કામરીયાનો વન પ્રવેશ

મોરબી જીલ્લાનુ ગૌરવ અને ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામના વતની ખેડૂતપુત્રને ત્યાં તા. 31 May 1967 ના રોજ જન્મેલા કે.ટી. કામરીયા વનમાં પ્રવેશ કરી ચુક્યા છે ત્યારે તેમની અમુક જીવન સફરની વિતેલી યાદોને વાગોળવાનું મન જરૂર થાય છે.

પોલિસબેડામાં કર્તવ્યનિષ્ઠ જીવન સફર જોઈએ તો બીએસસી એગ્રીકલ્ચરની 1993 માં જીપીએસસી પાસ કરી ડાયરેક્ટ પીએસઆઈ થી માંડીને ડીવાયએસપીના ઉચ્ચ પદ પર પહોંચેલા કામરીયા તલવારની ધાર પર ચાલીને કપરા ચઢાણનો સામનો કરીને અનેક ભ્રષ્ટ અધિકારીઓ, બુટલેગરો, હિસ્ટ્રીશીટરો, જમીન માફિયાઓ જેવા અનેક ચમરબંધીઓને જેલ હવાલે કરીને કાયદાના પાઠ ભણાવ્યા છે. શ્રી કે.ટી. કામરીયા 2008 થી 2017 સુધી એટલે કે નવ વર્ષની ACB માં ફરજ દરમિયાન પ્રશંસનિય કામગીરી કરી ખ્યાતી મેળવવામાં પણ અગ્રેસર છે સોનગઢ, શામળાજી, સામખીયાળી, કચ્છની વેસ્પન કંપનીના જમીન કૌભાંડ, તેમજ અનેક કોમર્શિયલ ચેક પોસ્ટ પર સફળ ઓપરેશનની કામગીરી બજાવીને ભ્રષ્ટાચારીઓને બેનકાબ કર્યા છે. સામખીયાળી કોમર્શિયલ ચેકપોષ્ટ પર ટ્રેપ કરીને માટી ચોરી કરતા ભ્રષ્ટાચારી ખેરખાઓના કૌભાંડનો પર્દાફાશ કરી ગુજરાત સરકારની તિજોરીની આવક બમણી કરી આપેલ તેમજ 26 જાન્યુઆરી 2014 માં ભારતના પુર્વ મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે “રાષ્ટ્રપતી ચંદ્રક” થી સન્માનિત પણ થયા છે.
હાલ કે.ટી.કામરીયા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અમદાવાદમાં શહેરમાં એક ફિલ્મના વિરોધ વચ્ચે શહેરમાં આગચંપી, હિંસા, તોડફોડ જેવા બનાવમાં ૪ પોલિસકર્મી સંડોવાયેલ હોવાની બાતમી મળતા ખાખી વર્દીઓની પણ ધરપકડ કરી જેલ હવાલે કરી કાયદાના પાઠ ભણાવી કાયદેસરની કાર્યવાહીથી સૌ કોઈ વંચીત છે તેમજ સાણંદની આઈઓસી ઓઈલ ચોરી કૌંભાડનો પર્દાફાસ, ઓઢવ વિસ્તારમાં વિવેકાનંદનગરમાં “વિવેકાનંદ સ્કુલ” સંચાલક હરીશ કાલરીયાના રહસ્યમય મોતનો મામલો, ઘુમા નજીક પાયલ પટેલના રહસ્યમય મોતનો મામલો, અમદાવાદ ગ્રામ્ય સાણંદ વિભાગની ચેક પોસ્ટ પર ૧૬-૧૬ ચોરાઉ બાઇક સાથેની એક આખી ટોળકી ઝડપાઇ જવાનો મામલો,
અમદાવાદ ગ્રામ્ય LCB SOG કસ્ટોડિયલ ડેથના મામલે પાંચ પોલિસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી, અમદાવાદની ખારી કેનાલ પાસે મળી આવેલ લાશનો પર્દાફાસ, બોપલ વિસ્તારમાંથી રહસ્યમય ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન જેવા અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યા છે ત્યારે અમદાવાદનું મિડીયા જગત પણ કામગીરીના મોફાટ વખાણ કરવાનુ ચુકયા નથી.
થોડા દિવસ પહેલા જ મોરબીના રંગપર મુકામે સ્વામીનારાયણ સંતસંગિ જીવન કથામાં અમદાવાદ સ્થિત હાથીજણ મંદિરના પુજ્ય કથાકાર શ્રીજી મહારાજે કે.ટી.કામરીયાના ભરપેટ વખાણ કરી કેવા અધિકારી હોવા જોઈએ…? તે કથાના માધ્યમ થકી અન્ય અધિકારીઓને તેમજ માનવ સમાજને પ્રેરણારુપી દાખલો આપ્યો હતો
કે.ટી. કામરીયાની જીવનશૈલી જોઈએ તો હંમેશા ખુશમિજાજ મિલનસાર સ્વભાવ તેમજ ગરીબ અને તવંગર બધાને સમાન સન્માનની દ્રષ્ટીએ આદર કરતા હોવાના કારણે બહોળું મિત્ર સર્કલ, શુભચિંતકો,
સગા-સ્નેહીજનો, પરિવારજનો,ઉધોગપતિઓ તેમજ પોલિસકર્મીઓ, પ્રેસ-મિડીયા દ્વારા કામરીયા સાહેબની બોપલ સ્થિત ડીવાય એસપી કચેરી પર તેમના મોબાઈલ નંબર પર જન્મદિવસની શુભકામનાઓની પુષ્પવૃષ્ટી થઈ રહી છે. અને કે.ટી. કામરીયા આવા જ ઊચાઈના શિખરો સર કરતા રહે તેવી ” ચક્રવાત ન્યુઝ ” તરફથી તેમજ શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર