મોરબી : મોરબી જિલ્લા માં કોરોના નાં કેસ ની રફતાર દિનપ્રતિદિન ઘટતાં આજ રોજ એક પણ નવો કેસ ન નોંધાતા મોરબી જિલ્લો કોરોના મુક્ત થયા નું જાણવા મળેલ છે આજે મોરબી જિલ્લો એક માત્ર એક્ટિવ કેસ પણ આજે રિકવર થઈ જતા હવે મોરબી જિલ્લો કોરોનાથી સંપૂર્ણ મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડ્યા બાદ ત્રીજી લહેરમાં પણ દૈનિક કેસોનો આંકડો 350ને પાર પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ દૈનિક કેસનો ગ્રાફ સડસડાટ નીચે પણ આવી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી કોરોના કેસ સિંગલ ડિજિટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ છેલ્લા થોડા દિવસોથી એક પણ કેસ નોંધાતો ન હતો. સામે રિકવર દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી હતી.ગઇકાલની સ્થિતિએ મોરબી જિલ્લામાં એક માત્ર એક્ટિવ કેસ વધ્યો હતો. ત્યારે આજે આરોગ્ય વિભાગે 517 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી કોઈને કોરોના પોઝિટિવ આવ્યો ન હતો. ઉપરાંત જે એક્ટિવ કેસ હતો તે પણ આજે રિકવર થઈ ગયો છે એટલે હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.
