મોરબી જીલ્લો કોરોના મુક્ત થયા બાદ માંડ રાહત નાં સમાચાર હતા ત્યાં વળી રાકોરોના કેસો સામે આવ્યા છે જેમાં ગઈકાલે ત્રણ નવા કેસ આવ્યા બાદ આજે વધુ એક કેસ નોંધાયો છે અને જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ચાર થયો છે.
મોરબી જીલ્લામાં આજે કોરોનાનો ૦૧ નવો કેસ નોંધાયો છે ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ નવો કેસ નોંધાયો છે તો અન્ય તાલુકામાં રાહત જોવા મળી છે નવા એક કેસને પગલે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૦૪ થયો છે.
