મોરબી: જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડી ની નિમણૂક
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા ભાજપ ને નવા પ્રમુખ મળ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય બન્યા બાદ નવા જિલ્લા ભાજપ પ્રમુખ લઈને અનેક નામો ચર્ચા માં હતા ત્યારે આજરોજ લોકસભાની ચૂંટણી પહેલા વિધિવત જાહેરાત કરતાં ભાજપ અગ્રણી રણછોડભાઈ દલવાડી ને જિલ્લા ભાજપ પ્રમુખનો હોદ્દો મળતા પાર્ટીમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે રણછોડભાઇ દલવાડી ને ગત વિધાનસભા વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકારી પ્રમુખ તરિકે ની જવાબદાર પણ સોપવામાં આવી હતી જ્યારે હવે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી ની સોંપવામાં આવી છે