Saturday, September 21, 2024

મોરબી જિલ્લા ની શાળાઓમા બાળકો ને કોરોના વેકસીન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કેન્દ્ર સરકાર દ્વારા 12થી 14 વયના બાળકોને કોવિડ વેકસીન, આપવા ની જાહેરાત કરવામાં આવ્યાં બાદ બુધવારથી મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે બાળકો ને વેકસીન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાની શાળાઓમાં 5577 બાળકોને પ્રથમ ડોઝ આપવામા આવ્યો આ ઉપરાંત 60 વર્ષથી 63 લોકોને પણ વેકસીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની જાહેરાત બાદ દેશભરમાં ધોરણ 12થી 14 વયના બાળકો વેકસીન પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ જિલ્લામાં 12થી 14 વયના આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કુલ 5577 બાળકોને રસી આપવામાં આવી હતી આરોગ્ય વિભાગની ટીમ શાળામાં જઇ બાળકોને વેકસીન આપી હતી. આ ઉપરાત અન્ય કેટેગરીની વાત કરીએ તો 15થી 17 વયના 280 બાળકો,18થી 44 વયના 381 બાળકોને,આ ઉપરાંત 45થી વધુ વયના 119 બાળકોને વેકસીન આપવામાં આવી હતી.આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન મુજબ 60 વર્ષના 63 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 16,70,605 ડોઝ આપવામાં આવ્યા હતા.જેમાથી 8,42,546 બાળકોને પ્રથમ ડોઝ,8,05,508 લોકોને બીજો ડોઝ તેમજબ22,551 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર