મોરબી “આપ” દ્વારા વિવિધ હોદ્દેદારો ને જવાબદારી સોંપવામાં આવી
આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી અજીતભાઈ લોખીલ,મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા ના માર્ગદર્શન હેઠળ તથા મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા,મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા તથા મોરબી તાલુકા આઈટી સેલ પ્રમુખ લલિતભાઈ ખરા ની ઉપસ્થિતીમાં અને મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા ની આગેવાનીમાં ધવલભાઈ રમેશભાઈ બજાણિયા તથા મકવાણા નયરહુસેન આદમભાઈ આમ આદમી પાર્ટી મા જોડાયા અને બંન્ને ને મોરબી શહેર યૃવા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી,
તથા મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયાની આગેવાનીમાં ભટ્ટી વિજયભાઈ જયંતીભાઈ, ગંભીરસિંહ સુરુભા ઝાલા આમ આદમી પાર્ટી મા જોડાયા અને વિજયભાઈ ભટ્ટી ને મોરબી તાલુકા ઉપપ્રમુખ તથા ગંભીરસિંહ ઝાલા ને મોરબી તાલુકા મંત્રી ની જવાબદારી સોંપવામાં આવી તથા મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા ની આગેવાનીમાં કોટડીયા નરોત્તમભાઇ છગનભાઈ તથા સોરીયા ચિરાગભાઈ અનીલભાઈ આમ આદમી પાર્ટી મા જોડાયા અને તેને કોટડીયા નરોત્તમભાઇ ને મોરબી તાલુકા યુવા કારોબારી સભ્ય તથા સોરીયા ચિરાગભાઈ ને મોરબી તાલુકા યુવા મંત્રી ની જવાબદારી સોંપવામાં આવી હતી.
