Monday, November 18, 2024

મોરબી જિલ્લામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં ગુરુ પૂર્ણિમાના પર્વ પર વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પમાં રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, દુર્લભજી દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ પ્રવિણભાઇ સોનગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ,જીજ્ઞેશભાઈ કૈલા ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી વગેરેના વરદ્દ હસ્તે હુકમ અર્પણ થયા

સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાલક્ષી અને વેગવંતુ બનાવવા વિદ્યાર્થીઓના હિતાર્થે અનેકવિધ કાર્યક્રમો યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે એ અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના તેંત્રીસ જિલ્લામાં એકી સાથે વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમાં રાજ્યકક્ષાએથી ખુબજ પારદર્શક રીતે મેરીટ લિસ્ટ તૈયાર કરી જિલ્લામાં આપેલ હતું એ મુજબ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરી ફિકેશન કરી ખુબજ પારદર્શક રીતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં મોરબીની વી.સી.હાઈસ્કૂલ ખાતે ધો.1 થી 5 માટે 57 જગ્યાઓ મુંજર કરવામાં આવેલ જે પૈકી બે ઉમેદવાર ગેરહાજર રહેતા 55 પંચાવન જગ્યાઓ ભરાઈ હતી અને ધો 6 થી 8 ની 58 જગ્યાઓ પૈકી ભાષાની 16 સોળ જગ્યા ભરાઈ ગયેલ છે,ગણિત વિજ્ઞાનની 20 જગ્યાઓ અને સામાજિક વિજ્ઞાનની 22 જગ્યાઓ ભરાઈ ગયેલ આમ કુલ 113 શિક્ષકો મોરબી જિલ્લામાં નવ નિયુક્ત થયા છે, કેમ્પમાં બ્રિજેશભાઈ મેરજા મંત્રી ગુજરાત સરકાર દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ,જીગ્નેશભાઈ કૈલા ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી,તેમજ પ્રવિણભાઇ સોનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી,નિલેશભાઈ રાણીપા જિલ્લા શિક્ષણાધિકારી મોરબી,ભરતભાઈ વિડજા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી,પ્રજ્ઞાબેન રાદડિયા સિનિયર લેક્ચરર ડાયટ-રાજકોટ તેમજ શિક્ષકોના તમામ સંગઠનોના હોદેદારોની હાજરીમાં વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો,આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજા મંત્રી ગુજરાત સરકારે ઉપસ્થિત રહી ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શિક્ષકોને ફરજના હુકમ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રાએ પણ તમામ વિદ્યા સહાયકોને શાળામાં હાજર થઈ બાળદેવોના જ્ઞાન અને કૌશલ્યના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની શુભેચ્છા આપી હતી. કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ ગરચર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ની. શિક્ષણ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના કર્મઠ કર્મચારીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર