Wednesday, January 22, 2025

મોરબી જિલ્લાના કર્મચારીઓ દ્વારા પેન્શન લાગુ કરવાની માંગ સાથે ધરણા રેલી જેવા કાર્યક્રમો આપવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તારીખ 8/4/2022 ને શુક્રવારે મોરબી જિલ્લાના કર્મચારીઓ દ્વારા પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે ધરણા અને રેલી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે

વધુ વિગતો મુજબ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજ્યના આહવાનને ધ્યાનમાં રાખી ખુબજ બહોળી સંખ્યામાં પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ તાલુકા-જિલ્લા પંચાયતના, મામલતદાર અને કલેકટરની કચેરીના કર્મચારી ઓ તલાટીમંત્રી રેવન્યુ તલાટી વગેરે કર્મચારીઓનો સંયુક્ત મોરચા ની માંગણી અને લાગણી છે કે વર્ષ 2000 પછી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખુબજ આર્થિક નુકશાન ભોગવવું પડે છે
સરકારી કર્મચારીઓ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત થાય છે ત્યારબાદ એમના બુઢાપાના સહારા રૂપ જૂની પેંશન યોજના બંધ કરી દીધી હોય આ મોંઘવારીના યુગમાં નિવૃત કર્મચારીઓને જીવન વિતાવવું દોહ્યલું બની જતું હોય, તેમજ નવી પેન્શન યોજનામાં શરૂઆતમાં સી.પી.એફ. એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એકાઉન્ટ ખુલવામાં પણ ખુબજ સમય લાગે છે, વળી જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે એમના કપાતના હકના નાણાં મેળવવામાં પણ ખુબજ મુશ્કેલીઓ પડે છે
આજના કર્મચારીઓ શરૂઆતમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતો હોય નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે એ માટે જૂની પેન્શન યોજના OPS પુન:સ્થાપિત કરવાની માંગણી છે આ વિષય રાજ્ય સરકાર હસ્તકનો હોઈ સત્વરે રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના સ્વીકૃત કરી દરેક કર્મચારીની માંગણીને સસન્માન સ્વીકારે એવી રજુઆત માટે તેમજ જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવા માટેની તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી સરકાર સમક્ષ પહોંચાડવા માટે બપોરે 2.30 વાગ્યે સરદારબાગ શનાળા રોડ ખાતે મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં એકત્ર થશે ત્યાં બધા ચર્ચા- વિચારણા કરી 3.00 વાગ્યે નવા બસ સ્ટેન્ડ સામેના સરદાર પટેલની પ્રતિમા અને સરદારબાગ આવેલ શુભાષબાબુની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલી બાઈક અને કાર સાથે જિલ્લા સેવા સદન જવા માટે પ્રસ્થાન કરશે રસ્તામાં આવતી મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર પહેરાવી રેલી સો ઓરડી ખાતે પ્રતીક ધરણા કરશે 4.30 વાગ્યે જિલ્લા સેવા સદન ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલમાળા પહેરાવી રાષ્ટ્રીય સયુંકત OPS મોરચાના પ્રતિનિધિઓ કલેકટરને આવેદન અર્પણ કરશે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર