Sunday, September 22, 2024

મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યામાં અનન્ય સેવા બદલ સન્માન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યા માં જયુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની), નિર્મલભાઈ જારીયા, નૈમિષભાઈ પંડિત (સિમ્કો ગૃપ) સહીતના અગ્રણીઓનુ અનન્ય સેવા બદલ સન્માન

જલારામ મંદિર ખાતે સેજપાલ હોલ ઉપર વિશાળ એ.સી. હોલ ના નિર્માણ કાર્ય નો શુભારંભ

સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર ના સૌજન્યથી મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ ભજન સંધ્યા માં કૃષ્ણસિંહ જાડેજા, રૂચિરભાઈ કારીયા, નેવિલભાઈ પંડિત, નિલેષભાઈ ખખ્ખર, કિશોરભાઈ ચિખલીયા, તેજશભાઈ બારા, કેતનભાઈ વિલપરા, રાજુભાઈ કાવર, સુરેશભાઈ ગોસ્વામી, ચેતનભાઈ એરવાડીયા, દીનેશભાઈ ભોજાણી, કીશોરભાઈ ચંડીભમર, વિરલભાઈ બુધ્ધદેવ, કાજલબેન ચંડીભમર,પરેશભાઈ કાનાબાર, કુલદીપભાઈ રાજા,ગૌરવભાઈ કારીયા, નેહલભાઈ કોટક, જયેશભાઈ કોટક, જનકભાઈ હીરાણી સહીતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિત

મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ.પૂ.બાળવિદુષી રત્નેશ્વરી બેન ના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરુ આયોજન તા.૨૪-૪ થી ૨૯-૪ દરમિયાન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર ના સૌજન્ય થી રામ નામ કે હીરે મોતી ફેઈમ શ્રી અશોકભાઈ ભાયાણી ની ભજન સંધ્યા નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યા મા ભક્તજનો જોડાયા હતા. આ પ્રસંગે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના સેવા કાર્ય ના પ્રેરણા સ્ત્રોત એવા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની) ના મોભી શ્રી જયુભા જાડેજા, નિર્મલભાઈ જારીયા, સ્વ.કનુભાઈ પંડિત ના સુપુત્રો નૈમિષભાઈ પંડિત તથા નેવિલ ભાઈ પંડિત સહીત ના અગ્રણીઓનુ સંસ્થા ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, નરેન્દ્રભાઈ રાચ્છ, રમણીકભાઈ ચંડીભમર, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર સહીતનાઓ દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવા મા આવ્યુ હતુ. આ તકે બહોળી સંખ્યા મા રાજકીય-સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા,દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની સેવા, અસ્થિ વિસર્જન સેવા, પદયાત્રીઓ ની સેવા, વિનામુલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ, ફ્રિઝ શબ પેટી, મેડીકલ સાધનો ની સેવા જેવી વિવિધ પ્રકાર ની માનવસેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવા મા આવે છે ત્યારે જલારામ મંદિર સ્થિત સેજપાલ હોલ ના ઉપર ના ભાગ મા વિશાળ એ.સી. હોલ નુ નિર્માણકાર્ય ટુંક સમય મા શરૂ થશે તેમ યાદી મા જણાવ્યુ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર