Monday, September 30, 2024

મોરબી ચક્રવાત ન્યૂઝના પત્રકાર દ્વારા પરિવાર સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોજીલા મોરબી વાસીઓએ કાઈટ ફેસ્ટિવલની ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી હતી. સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ ઉપરથી કાઇપો છે ની ચીચીયારીની આંધી ઉઠી હતી. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાઈ ગયું હતું અને આકાશમાં રીતસરનું પતંગ યુદ્ધ ખેલાયું હતું. ત્યારે મોરબી ચક્રવાત ન્યૂઝના પત્રકાર દ્વારા પરિવાર સાથે મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.

મોરબીમાં આજે ઉતરાયણ પર્વ પર દરેક લોકોમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો.જો કે ઉતરાયણ નિમિતે છેલ્લી ઘડી સુધી પતંગ અને દોરીની ખરીદી માટે પડાપડી થઈ પડી હતી અને રાતભર ઠેરઠેર દોરીઓને માંજા પાવાનું કામ ચાલુ રહ્યું હતું અને ઉતરાયણે સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ પર પરિવારના લોકો પતંગ દોરો તથા ચીકીઓ, તલ, મમરાના લાડુ,બોર, શેરડી સહીતની તમામ જરૂરી સામગ્રી સાથે ગોઠવાઈ ગયા હતા અને એ સાથે પેચ લડાવવાનું શરૂ થયું હતું. દરેક મકાનના ધાબા પરથી આકાશમાં પતંગોનુ યુદ્ધ જામ્યું હતુ.જાણે આખું આકાશ પતંગ મય બન્યું હતું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું.દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની ધમાલ મસ્તીની છોળો ઉડી હતી આખો દિવસ પેચ લડવાની સાથે તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ટ ઉડી હતી.જો કે, મકરસંક્રાંતિએ દાન પુણ્યનો માહોલ હોવાથી દાનની સરવાણી વહી હતી. ત્યારે મોરબી ચક્રવાત ન્યૂઝના પત્રકાર દ્વારા પોતાના પરિવાર સાથે મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી અને પરિવાર સાથે પતંગ મહોત્સવની મજા માણી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર