મોરબી : ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો
મોરબીના વાવડી રોડ ઉપર ક્રિષ્નાપાર્કમાં રહેણાંક મકાનમાં ક્રિકેટનો ઓનલાઇન જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી પોલીસ ને મળતા દરોડા પડ્યા હતા
સીટી એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ કલોતરાને બાતમી મળી હતી કે, મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ક્રિષ્નપાર્કમાં ભાડાના રહેણાંક મકાનમાં મહમદહનીફ ગુલામભાઇ ચાનીયા નામનો શખ્સ ઓનલાઇન ગુરુ એપ્લિકેશન મારફતે સનરાઇઝર હૈદરાબાદ અને લખનૌ સુપર ઝાયન્ટ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલની ટવેન્ટી ટવેન્ટી લીગ મેચમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો છે, જે બાતમીને આધારે પોલીસ ટીમે રેઇડ પાડતા આરોપી ઓનલાઇન ગુરુ એપ્લિકેશન મારફતે સોદા લખતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો