મોરબી કંડલા બાયપાસ નજીક બેકાબુ હોન્ડા સિટી કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇકમાં સવાર બન્ને વ્યક્તિને ઇજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
ગઈકાલે મોરબી બાયપાસ ઉપર સિલ્વર કલરની હોન્ડા સિટી કાર નંબર GJ-10-AC-4630ના ચાલકે બાઈક પર જઈ રહેલા મનજીભાઈ અરજણભાઇ પરમાર તેમજ ભરતભાઈ રામજીભાઇ પરમારને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટતા બનાવ અંગે ધીરજભાઈ ધનજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
