Thursday, November 14, 2024

મોરબીમા બે સિરામીક ફેકટરીમાં બળતણ તરીકે પેટકોક વપરાતો હોવાનું સામે આવતા પર્યાવરણીય કાયદા અન્વયે કડક કાનૂની કાર્યવાહી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોઈ પણ ભોગે રૂપિયા રળી લેવા ની લાલચે અમુક ઊધોગ એકમો ગેરકાયદેસર કોલગેસ જેવુ પ્રદૂષણ ફેલાવતા બળતણ નો ઉપયોગ કરી વાતાવરણ ને પ્રદૂષિત કરી રહ્યા નું સામે આવતા જીપીસીબી એ તપાસ હાથ ધરતા
બે સિરામિક એકમો સામે ગાંધીનગર વડી કચેરી ખાતે રીપોર્ટ કરવામાં આવ્યો છે

સીરામીક નગરી મોરબીમાં પ્રદુષણનું સ્તર ચિંતા જનક રીતે વધી રહ્યું છે. અગાઉ કોલગેસના આડેધડ ઉપયોગના કારણે મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવા ઝેરીલી બની હતી તો જમીન અને જળસ્તર પણ ખતરનાક સ્તરે પહોચી જતા 4 વર્ષ પહેલા ગ્રીન ટ્રીબ્યુનલ એક્શનમાં આવ્યુ હતુ અને કેન્દ્ર તેમજ રાજ્યની ટીમ મોકલી તપાસ કરાવતા મોટા પાયે પ્રદુષણ સામે આવતા તાત્કાલિક અસરથી કોલગેસ વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને જળ જમીન અને હવાને પ્રદુષિત કરવા બદલ રૂ. 500 કરોડનો આકરો દંડ ફટકાર્યો હતો જોકે આ કાર્યવાહી બાદ પણ જાણે કેટલાક સીરામીક ઉધોગકારો સુધારવાનું નામ લેતા નથી અને કોલગેસ જેવું જ પ્રદુષણ ફેલાવતું પેટકોકનો ગેરકાયદે વપરાશ કરતા હોવાનું સામે આવ્યું છે.આ અંગે જીપીસીબીને ફરિયાદ મળતા અલગ અલગ એકમોમાં તપાસ કરી હતી જે બાદ સરતાન પર રોડ પર આવેલ સેમસન સીરામીક અને સિલિકોન સીરામીકમાં આ પેટકોક વપરાશ થતો હોવાનું ચેકીંગમાં સામે આવતા જીપીસીબીએ કડક એકશન લીધા છે

સીરામીક એકમોમાં પેટકોક વપરાતો હોવાનું ધ્યાને આવતા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં સરતાનપર રોડ ઉપર જીપીસીબીના ચેકીંગ દરમિયાન સિલિકોન સીરામીક અને સેમસન સિરામીક ફેકટરીમાં બળતણ તરીકે પેટકોક વપરાતો હોવાનું સામે આવતા બન્ને એકમો વિરુદ્ધ પર્યાવરણીય કાયદા અન્વયે કડક કાનૂની કાર્યવાહી કરી ગાંધીનગર વડી કચેરી ખાતે ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કાયદાકીય પગલાં લેવા અંગે પણ તૈયારી કરી છે આ બન્ને ફેકટરીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું મોરબી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ જણાવ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર