Monday, September 23, 2024

મોરબીમાં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીને કોર્ટમાં રજુ કરી પોલીસે રીમાન્ડની માંગણી કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લોકો નાં રોજીંદા જીવનમાં સોશિયલ મીડિયાના ઉપયોગમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે સોશિયલમીડિયા નો દુર ઉપયોગ કરી મહિલા ઓનાં શોષણ કરતાં કિસ્સા ઓ વારે ઘડીએ સામે આવી રહ્યા છે ત્યારે મોરબી નાં પોષ વિસ્તારમાં રહેતી એક સગીરાને સોશિયલ મીડિયા ના માધ્યમથી એક શખ્સે ફસાવી દુષ્કર્મ આચરી બ્લેકમેઇલ કરી પૈસા પડાવવા ની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા
પોલીસે તપાસ હાથધરી દુષ્કર્મ આચરવાના કેસમાં બે આરોપીની ધરપકડ કર્યા બાદ પ્રાથમિક પૂછપરછમાં એક આરોપીએ 4 ફેક આઈડી બનાવી હોવાની અને રૂ. 16 હજાર પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કોર્ટે બન્ને આરોપીના 13મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
વધુ માહિતી મુજબ મોરબીના જ લુખ્ખા, મવાલીએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી હતી. ઇન્સ્ટાગ્રામ આઇડીમાં ફ્રેન્ડ બન્યા બાદ આ લુખ્ખાએ પોતાની અસલિયત બતાવી સગીરા પાસેથી નાણાંની માંગણી કરી પોતાના અન્ય મિત્ર સાથે દોસ્તી કરવા દબાણ કરી ફેક આઈડી મારફતે બીજા લુખ્ખાને પણ સગીરા રૂપી શિકાર ભેટમાં આપી બિભીત્સ ફોટા વિડીયો અને આ લુખ્ખા આરોપી કહે તેવા દ્રશ્યો સાથેના ફોટા, વિડીયો આપવા દબાણ કરવાની સાથે ત્રીજા આરોપી સાથે પણ મિત્રતા કરાવી સગીરાનું શોષણ કર્યું હતું.
મોરબી શહેરના અલગ – અલગ વિસ્તારમાં સગીરાને બોલાવી નરાધમોએ દેહ અભડાવવાની સાથે સગીરાના બિભીત્સ ફોટા વિડીયો મેળવી લઈ ભોળપણમાં રહેલી સગીરા પાસેથી નાણાં પણ પડાવી લેતા અંતે હતાશ બનેલી આ સગીરાના પરિવારજનોનેને આ બાબતની જાણ થતાં હિંમત પૂર્વક ત્રણેય લુખ્ખાઓ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેના પગલે પોલીસે મિત ચંદુભાઈ સીરોયા ઉ.વ.22 રહે. સામાકાંઠે, આર્યન શબ્બીરભાઈ સોલંકી ઉ.વ.21 રહે. વિશિપરાવાળાની ધરપકડ કરી હતી. બાદમાં પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મિત સીરોયાએ 4 અલગ અલગ ફેક આઈડી બનાવી તેના મારફત સગીરાનર ઈમોશનલ બ્લેકમેઈલ કરી રૂ. 16000 પડાવ્યા હતા. આ આરોપી એક વર્ષથી સગીરાના સંપર્કમાં હતો.
પોલીસે આ બન્ને આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે બન્ને આરોપીના તા.13 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જેથી બીજા આરોપી આર્યનની ભૂમિકા અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને પોલીસ પુછપરછ માં હજુ ઘણું બહાર આવશે તેવું મનાય રહ્યું છે વધુમાં હજુ ત્રીજો આરોપી પકડવાનો બાકી હોય પકડાયા બાદ સગીરા નું શોષણ કરનારી ત્રિપુટી નાં અનેક કાળા કારનામાઓ સામે આવશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર