Saturday, November 23, 2024

મોરબીમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ ઉચ્ચા વ્યાજે લીધેલા રૂપિયા વ્યાજ સહીત મુળ રકમ ચુકવી દીધેલ હોવા છતાં વ્યાજખોરો દ્વારા વધું પૈસા પડાવવા પઠાણી ઉઘરાણી કરી યુવકને માર મારી છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ નરસંગ મંદિર પાછળ મેઘાણીની વાડીમાં રહેતા નીતીનભાઇ ભગવાનજીભાઈ ડાભી (ઉ.વ.૩૦) એ આરોપી વિમલભાઈ નટુભાઈ પરમાર રહે. રવાપર ઘુનડા રોડ ન્યુ એરા સ્કુલ સામે બુટાની વાડી તથા ભોલુભાઈ જારીયા રહે. મોરબી રવાપર વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી એક વર્ષ થી તા.૨૧-૧૧-૨૦૨૨ સુધીમાં ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા આ કામના આરોપીઓએ ફરીયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી આરોપી વિમલભાઈએ ઢીકાપાટુનો મારમારી તેમજ આરોપી ભોલુભાઈએ ફરીયાદીને ગળાના ભાગે છરી રાખી મૃત્યુ નિપજાવવાનો ભય દેખાડી તેમજ પટાવડે મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ભોગ બનનાર નીતીનભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૩૮૭,૩૮૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર