1931 ની 23 માર્ચ નાં રોજ ક્રાંતિકારી યુવાઓ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી એટલે આ દિવસ ને દેશ ભરમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
ત્યારે આજે મોરબી જિલ્લામાં પણ દિવસ નિમિતે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ વિરોને ફૂલહાર કરીને શહીદોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી દેશભક્તિ નાં કાર્યકમો નાં આયોજન કરવામાં આવેલ
મોરબીના ગાંધી ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ, ગૌરક્ષા મોરબી જીલ્લા, મોરબી શહેર, ગ્રામ્યની ટીમ દ્વારા દેશના મહાન ક્રાંતિકારી એવા શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ અને શહીદ દિવસ નિમિતે ગાંધીચોક ખાતેની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા.
