Friday, September 20, 2024

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સાંજે 5:00કલાકે મારુતિ મહિલા મંડળ દ્વારા ધુન ભજન નો ક્રાયકમ

મોરબી : મોરબીમાં રામકૃષ્ણ રક્ષક મંદિર,રામકૃષ્ણ નગરને 28 વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે હનુમાન જયંતી નિમિતે રંગેચંગે ઉજવણી કરવામાં આવશે.ધૂન-ભજન તથા ગાયત્રી હવન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ બટુક ભોજન રાખવામાં આવ્યું છે.
રામકૃષ્ણ રક્ષક મંદિર,રામકૃષ્ણ નગર કે જેની પ્રાણપ્રતિષ્ઠા તા.17/10/1994માં કરવામાં આવેલ હતી.જેને આજ પુરા 28 વર્ષ થતા હોય તેનાં ભાગરૂપે તા.16ના રોજ હનુમાન જયંતિનાં દિવસે ધુન ભજન તથા ગાયત્રી હવન જેવા કાર્યક્રમો રાખેલ છે.સવારે 9 વાગ્યે મોહિત મનસુખભાઇ ઘોડાસરા દ્વારા ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવેલ છે.સવારે 11 કલાકેથી બટુક ભોજન તથા દિવસ દરમ્યાન બુંદી ગાઠીયાનો પ્રસાદ તથા વરીયાળી શરબતનું વિતરણ કરવામાં આવશે.સાંજે 5 કલાકે મારૂતી મહિલા મંડળ દ્વારા ધૂન ભજનનો કાર્યક્રમ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરનાં પુજારી બુધ્ધાલાલ રાઠોડ તથા હરદેવસિંહ જાડેજા,નરેન્દ્ર ડી.ગોહેલ,જયરાજ પી.રાઠોડ,મહાદેવભાઇ ગોહેલ તથા રામકૃષ્ણ રક્ષક હનુમાન મિત્ર મંડળ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.તમામ કાર્યક્રમનો લાભ લેવા માટે લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર