Wednesday, January 22, 2025

મોરબીમાં યુવકને ચાર શખ્સોએ લાકડી વડે ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વિસામાની મેલડીમાતાના મંદિર પાસે જુના ઘુંટુ રોડ પર યુવકને ચાર શખ્સોએ લાકડી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી – ૨ ત્રાજપર ચોરાવાળી શેરીમાં રહેતા દિપકભાઈ રમેશભાઈ સનુરા (ઉ.વ.૨૫) એ આરોપી ઉગાભાઈ જગુભાઈ અદગામા, વિઠલભાઈ જીવણભાઈ અદગામા તથા અન્ય બે રહે બધાં મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૨-૨૦૨૩ ના રોજ બપોરના બે વાગ્યાના આસપાસ ફરીયાદી તેના મિત્રો સાથે ઉભેલ હતો તે દરમ્યાન આરોપી ઉગાભાઈએ ફરીયાદીને ડાબા પગ પર લાકડી મારેલ બાદ ફરીયાદી બહાર જતો હતો દરમ્યાન આરોપી વિઠલભાઈ એ ફરીયાદીને માથાના ભાગે લાકડી મારેલ તથા અન્ય બે આરોપીએ ઢીકા પાટુનો માર મારેલ તથા ચારે આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તથા ફરીયાદીને ડાબા પગમાં તથા માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર દિપકભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૩૨૩, ૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર