મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવાય યાર્ડના વાઈસ ચેરમેન અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો
મોરબી સહીત રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા શિયાળુ પાક એવા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતોં અને તેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના 5 તાલુકામાં 19,600 ખેડૂતોની નોધણી થઇ હતી.અને જીલ્લામાં સોમવારથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે મોરબી માળિયાના ખેડૂતોને ખરીદી માટે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા છે
અહી સાંસદ મોહનભાઈ કુંડારિયા એપીએમસી વાઈઝ ચેરમેન મગનભાઇ વડાવીયા તેમજ ગુજકોમાર્સલના પ્રતિનિધિ કાનજીભાઈ ભાગિયાની હાજરીમાં ખરીદી શરૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ખેડૂતમાટે અલગ અલગ સ્થળે ખરીદ સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી-માળિયાના ખેડૂતોમાટે ખરીદ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે આ સિવાય ટંકારા અને વાંકાનેરના ખેડૂતો માટે અજંતા જીનીંગ મિલ તેમજ હળવદ તાલુકાના ખેડૂતો માટે હળવદ યાર્ડ ખાતે ખરીદ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.
