મોરબી શહેરમાં મારામારી અને નાના મોટા ઝઘડાઓ નાં કિસ્સા ઓં વારે ઘડીએ સામે આવતા હોય છે ત્યારે દલવાડી સર્કલ નજીક આવેલી ઉમા રેસીડેન્સીમાં બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા એક જ પરિવારના 3 શખ્સોએ આધેડ મહિલાને ધોકાથી માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમા રેસીડેન્સીમાં રહેતા આધેડ મિલા અનસોયાબેન અંબાણી તેના જ વિસ્તારમાં રહેતા આરોપી સાગર, સાગરના ભાઇ અને તેમના પિતાને બાઇક સરખી રીતે પાર્ક કરવાનું કહેતા આરોપી સાગરના ભાઈ અને તેના પિતાએ બોલાચાલી કરી ગાળો આપી હતી જયારે સાગરે ગાળો આપી પોતાના હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરી.ના ડાબા હાથ ઉપર મારી ફરી.ને ડાબા હાથ ઉપર ફેકચર જેવી ઇજા કરી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં તારીખ ૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં સવારના ૧૧:૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને સ્વદેશ માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપનારા નામી અનામી...
મોરબીના મુનનગર રોડની આસપાસના અનેક રહેણાંક વિસ્તાર તેમજ નાનાં મોટાં ઉદ્યૌગીક યુનીટો આવેલા હોય સતત વાહન વ્યવહારવાડા આ મુખ્ય મુનનગર રોડ પર જોવા મળે છે ત્યારે વારંવાર ભુગર્ભ ગટર ઉભરાવાની ફરીયાદો અને નબળી ગુણવત્તા વાળા ભુગર્ભ ગટરનાં ઢાંકણા નાંખવાના કારણે વારંવાર તુટી જાય છે અને લોકો આ તુટેલી ભુગર્ભમા...
મહાઆરતી, કેક કટિંગ, શણગાર, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મોરબી : સમગ્ર રાજ્યમાં આજે કળયુગની જાગતી જ્યોતમાં મેલડીના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.જેમા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં પણ વિવિધ મેલડી માતાજીના મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ...