પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ ઘર કંકાસ માનવામાં આવી રહ્યું છે.
મોરબી શહેરના સામાંકાઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં મોડી સાજે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ હત્યા એક મહિલાની થઇ હતી જેમાં ખુદ તેના પતિએ જ મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દઈ બોથડ પદાર્થનો ઘા ઝીકી પતાવી દેતા ચકચાર પતાવી ઘરને તાળું મારી ફરાર થઇ ગયો હતો બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી બનાવ અંગે બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં ઘર કંકાસમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું મોરબી શહેરના વિધુતનગર વિસ્તારમાં રહેતા ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત નામની મહિલાની તેમના પતિ પ્રવીણભાઈ કુબાવત દીવસ દરમિયાન મોઢામાં ડૂચો દઈ માથાના ભાગે દસ્તાના ઘા ઝીકી હત્યા કરી હતી બાદમાં ઘર બંધ કરી ભાગી છૂટ્યો હતો ઘરમાં તાળું જોતા નાની દીકરીએ આસપાસના લોકોને જાણ કરતા સ્થાનિકોએ ઘરમાં તપાસ કરતા ભાવના બેનનો મૃતદેહ પડ્યો હતો જે બાદ સ્થાનિકોએ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકની દીકરીની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.
