Friday, September 20, 2024

મોરબીમાં ધમધમતી ડુપ્લિકેટ ઓઇલ બનાવતી ફેક્ટરી પર એલસીબી ના દરોડા ૨૫.૫૦૯૯૫ ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માં લાતી પ્લોટ માં ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી પર એલસીબી એ દરોડો પાડયો

૨૫.૫૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે


ઓછા રોકાણે વધુ કમાણી કરી લેવા ની લાલચે અમુક માણસો ભેળસેળયુક્ત વસ્તુઓ ગ્રાહકને ધાબડી મોટી કમાણી કરતા હોવાનાં કિસ્સા ઓ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે ટુ વ્હીલર, ફોર વ્હીલર અને રીક્ષાના એન્જીનમાં વપરાતા નામાંકિત ઓઈલ કંપનીના નામે ભેળસેળયુક્ત ઓઈલ બનાવી ગ્રાહકોને ધાબડી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે લાતી પ્લોટ માં ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેકટરી પર એલસીબી ટીમે દરોડો કરીને ૨૫.૫૦ લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી એલસીબી ટીમ નામાંકિત કંપનીઓની ડુપ્લીકેટ ચીજવસ્તુઓ બનાવી બજારમાં વેચતા અસામાજિક તત્વોને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૦૬ માં મુનનગર ચોક શિવમ પ્લાય અનેડ હાર્ડવેર બાજુમાં દિનેશભાઈ દલવાડીના ડેલામાં અમુક ઈસમો બાઈક, રીક્ષા અને ફોર વ્હીલના વાહનોના એન્જીનમાં વપરાતા ઓઈલ કંપનીના ભેળસેળયુક્ત ડુપ્લીકેટ ઓઈલ બનાવી વેચાણ કરતા હોવાની બાતમીને પગલે ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી ઓઈલનો જથ્થો. રો મટીરીયલ્સ, મળીને કુલ રૂ ૨૫,૫૦,૯૯૫ ની કિમતનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ આરોપી મેહુલ નરેન્દ્ર ઠક્કર રહે શિવ હેરીટેઝ રવાપર રોડ મોરબી અને અરૂણ ગણેશ કુંડારિયા રહે સંકલ્પ એપાર્ટમેન્ટ રવાપર ઘુનડા રોડ મોરબી એમ બે આરોપીના નામો ખુલતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
કઈ કઈ કંપનીનું ડુપ્લીકેટ ઓઈલ બનાવતા હતા ?
લાતીપ્લોટમાં ડુપ્લીકેટ ઓઈલ બનાવવાની ફેક્ટરી એલસીબી ટીમે ઝડપી લીધી છે જેમાં હોન્ડા ૪ સ્ટોર્ક એન્જીન ઓઈલ, હીરો ૪ ટી પ્લસ મોટરસાયકલ એન્જીન ઓઈલ, કેસ્ટ્રોલ એક્ટીવ ઓઈલ, સર્વો સુપર ૪ સ્ટોર્ક એન્જીન ઓઈલ, મેક ૨ ટી ઓઈલ, બજાજ ડીટીએસ પ્રીમીયમ એન્જીન ઓઈલ અને ગલ્ફ ૪ ટી ઓઈલ બનાવતા હોઅનો ખુલાસો થયો છે જે ડુપ્લીકેટ ઓઈલ બનાવવા બેઇઝ ઓઈલ, એડીટીવ કેમિકલ, ઓઈલ બેઇઝ કલર અને ગુલાબનું પરફ્યુમ વપરાતા હોવાનું સામે આવ્યું છે
ડુપ્લીકેટ ઓઈલ કેવી રીતે બનાવતા તેનો ભંડાફોડ
ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેકટરીમાં આરોપી બેઇઝ ઓઈલ, એડીટીવ કેમિકલ, ઓઈલ બેઇઝ કલર, ગુલાબનું પરફ્યુમ મિક્સ કરી ટૂ વ્હીલર, ફોર વ્હીલર અને રીક્ષામાં વપરાતા ૨૦,૧૦,૦૫ અને ૦૧ લીટર તથા ૮૦૦,900 મિલીના વિવિધ કંપનીના આબેહુબ ડોલ, ડબા અને પ્લાસ્ટિક પાઉચમાં ભરી પેકિંગ કરી શીલ કરતા અને એમઆરપી પ્રિન્ટર મશીનથી પ્રિન્ટ કરી તૈયાર પૂઠા ના પ્રિન્ટેડ બોક્ષમાં પેક કરી કંપનીના નામથી સેલોટેપથી કાર્ટુન પેક કરતા હતા
ભેળસેળયુક્ત ઓઈલ બજારમાં કેવી રીતે વેચતા તેનો ખુલાસો
ભેળસેળ યુક્ત ઓઈલ બનાવનાર બંને ઈસમો મોરબી અયોધ્યાપુરી રોડ પર વાહનોના એન્જીનમાં વપરાતા ઓઈલ વેચાણ કરવાની દુકાન ધરાવતા હોય જેથી કંપનીના ઓઈલના જેવા જ પેકિંગ કરી બજાર ભાવ કરતા સસ્તા ભાવનું તેમજ કંપનીમાંથી બીલ વગરનો માલ હોવાનું કહીને રાજકોટ, અમદાવાદ અને સુરત હોલસેલમાં વેચાણ કરતા હતા
એલસીબી ટીમે શું શું મુદામાલ જપ્ત કર્યો
મોરબી એલસીબી ટીમે સ્થળ પરથી બેઇઝ ઓઈલ, એડીટીવ કેમિકલ, ઓઈલ બેઇઝ કલર ગુલાબ પરફ્યુમ ઉપરાંત વિવિધ કંપનીની ડોલ, ડાબલા અને પાંચ તેમજ શિલિંગ મશીન, એમઆરપી પ્રિન્ટર મશીન, ઇલેક્ટ્રિક મોટર, વજનકાંટા સહીત ૨૫,૫૦,૯૯૫ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, દિલીપભાઈ ચૌધરી,વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, નીરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમ જોડાઈ હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર