મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતાં પાંચ મહીલા સહિત એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી વાવડી રોડ ગાયત્રીનગર પ્રભુનગરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત એક ઈસમને તીનપત્તીનો જુગાર રમતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ ગાયત્રીનગર પ્રભુનગરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી હેમતભાઇ કાંતીભાઇ બદ્રકીયા, દયાબેન વા/ઓ હરજીવનભાઇ ગાંડુભાઇ દેત્રોજા, ભાવનાબેન જીતેન્દ્રભાઇ નટવરલાલ બુધ્ધદેવ, દિવ્યાબેન પ્રાગજીભાઇ પંચાસરા, સોનીબેન અરવીંદભાઇ સગરામભાઇ પરમાર, ક્રિષ્નાબેન પપ્પુભાઇ મોહનભાઇ પરમાર રહે બધા મોરબી વાળાને રોકડ રકમ રૂ ૧૪૯૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.