Sunday, September 22, 2024

મોરબીમાં તા.૩૧ના રોજ જલારામ બાપાની 223મી જન્મજયંતિ નિમિત્તે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ. જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતી નિમિત્તે મહાપ્રસાદ સહિતના સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.

છેલ્લા ૧૨ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગનુ જલારામ મંદિર ખાતે અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે

પ્રભાતધૂન, અન્નકુટ દર્શન, પૂ. જલારામ બાપાનુ પૂજન, વૈદિક યજ્ઞ, કેક કટીંગ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

સંત સિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશના ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૩૧-૧૦-૨૦૨૨ સોમવાર કારતક સુદ સાતમ ના રોજ પૂ. જલારામબાપાની ૨૨૩મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૯ કલાકે પૂ. જલારામ બાપાનુ પૂજન, ૯ઃ૩૦ કલાકે વૈદિક યજ્ઞ, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરવા મા આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે.

પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયારમા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો, ગત વર્ષે હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા કેક કટીંગ કરવામા આવ્યુ હતુ. પ્રવર્તમાન વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવશે.

આમંત્રિત વિશેષ વ્યક્તિઓનુ નામ સરપ્રાઈઝ રાખવામા આવેલ છે જે જલારામ જયંતિના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમમા સર્વજ્ઞાતિય જલારામ ભક્તોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર