મોરબી : મોરબીની વી.સી. હાઈસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે મોરબીના યુવા વકીલના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ન્યુમીસમેટીક ક્લબ દ્વારા આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે મોરબીની વી.સી. ટેક્નિકલ હાઈસ્કુલ ખાતે પ્રથમ માળે આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રમાં આગામી તા. 18 મે ને બુધવારના રોજ સવારે 11 થી બપોરે 04 વાગ્યા સુધી મોરબીના યુવા વકીલ મિતેષ દવે અને દર્શન દવેના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ પ્રદર્શનને નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના ગ્રીનચોક પાસે આવેલ મોમાઈ ગોલા દુકાનના દુકાનદારે દુકાનનો ભાડા કરાર નહી કરતા આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી મોરબી સીટી એ ડીવીઝન પોલીે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારોની તપાસ કરતા મોરબી...
હળવદ તાલુકાના કડી ગામની સીમમાં મીંઠાના ગંજ પાસે યુવકે આરોપીને ટીફીનમા રોટલી સારી ન આવતી હોય જે બાબતે કેહતા આરોપીને સારૂં નહીં લાગતા યુવક તથા સાહેદને આરોપીઓએ લાકડાના ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના હલરા ગામના વતની અને હાલ હળવદ તાલુકાના...