મોરબીના રણછોડનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા માટે તેની પાસેથી પોલીસે ૧૦,૬૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં સરદારજીના બંગલા પાછળની ભાગમાં શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સોકત ઈસ્માઈલભાઈ સાયચા, જાવેદ ઈસ્માઈલભાઈ સાયચા અને ભરત ઉર્ફે હિતેશ રવજીભાઈ રેસિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૬૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના માધાપરમાં રહેણાંક મકાન પાસે શેરીમાં ખુણચી નાખી બેસેલ હોય ત્યારે ઉભા થતી વખતે ચકકર આવી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ લતાબેન બાઘુભાઇ ગાંડુભાઇ ભાંગરા (ઉ.વ.૪૨) રહે. માધાપર શેરી નં.૨૨ મોરબી વાળા રાત્રીના દશેક વાગ્યે...
મોરબીના લિલાપર રોડ પર એક રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -368 કિં રૂ. 2,06,816 નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા બે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુક્તમા...