Friday, September 27, 2024

મોરબીમાં છેલ્લા 6 માસથી અટકેલી એરપોર્ટ કામગીરીને લાગેલ ગ્રહણ દુર થવાની શક્યતા : એરપોર્ટ ઓથોરીટીની ટીમે આજે એરપોર્ટની મુલાકાત લીધી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રાજપર ગામમાં આવેલ રાજાશાહી વખતના એરો ડ્રામને રી ડેવલોપમેન્ટ કરી ડોમેસ્ટિક ફ્લાઈટ માટે એરપોર્ટ બનાવવા મંજૂરી આપી હતી. એરોડ્રામની જગ્યા આસપાસ મંજુરી પામેલ ડોમેસ્ટિક એરપોર્ટની જગ્યા પર છેલ્લા ૬ મહીનાથી લાગેલ ગ્રહણ દુર થાય તેવું લાગી રહ્યું છે એરપોર્ટ ઓથોરીટીની ટીમે આજે એરપોર્ટની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરક્ષણ કર્યું હતું સાથે સ્થાનિક ખેડૂતોના રસ્તા મુદે ચાલતા વિરોધને પગલે અટકી પડેલી બાઉન્ડ્રી વોલની કામગીરી આગળ ધપાવવા અને ખેડૂતોની માંગણીને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.

મોરબીના રાજપર ગામમાં આવેલ રાજાશાહી વખતના એરો ડ્રામને રી ડેવલોપમેન્ટ કરી ડોમેસ્ટિક ફ્લાઈટ માટે એરપોર્ટ બનાવવા મંજૂરી આપી હતી. જેમાં ગ્રામજનોએ તેમના ખેતરોમાં આવવાં જવાનો રસ્તો બંધ થતો હોવાનું જણાવી વિરોધ કર્યો હતો જેને પગલે આ કામગીરી અટકી પડી હતી. ૬૦ ટકા કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોના વિરોધના કારણે બાકીની કામગીરી અટકી પડી હતી હવે નવી સરકાર અસ્તિત્વમાં આવતાની સાથે જુના અટકી પડેલા કામોએ ફરી તેજી પકડી છે.

મોરબી એરપોર્ટની પણ ૬ મહિનાથી અટકી પડેલી એરપોર્ટ બાઉન્ડ્રી વોલની કામગીરી ફરી તેજી પકડે તેવું લાગી રહ્યું છે આજે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની એક ટીમે રાજપર ખાતે એરપોર્ટના સ્થળે મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં ખેડૂતો દ્વારા તેમના ખેતરમાં જવાં અવાનો રસ્તો બંધ થતો હોવાનું કારણ આપી કામગીરી અટકાવી હોવાનો મુદો ઉઠતા અધિકારીઓ દ્વારા ખેડૂતો માટે એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની ખાતરી આપી હતી. ખેડૂતોના પ્રશ્ન હલ થઈ જાય તો મોરબી એરપોર્ટની કામગીરી ફરી આગળ વધી શકે છે અધિકારીઓની ખાતરી બાદ ખેડૂતો માટે શું વ્યવસ્થા થશે શું એમના માટે અન્ય રસ્તો બનાવી દેવાશે કે કેમ તે સમય આવ્યે જાણવા મળશે. હાલ એરપોર્ટ ઓથોરીટીની ટીમની મુલાકાત બાદ એરપોર્ટની કામગીરી ફરી આગળ વધે તેવી શક્યતા વધી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર