મોરબીનું યુવા આર્મી ગ્રુપ મોરબીમાં 24×7 કલાક કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત સમયે ખડેપગે રહે છે
મોરબી: ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ મોરબી નુ યુવા આર્મી ગ્રુપ મોરબી મા ૨૪x૭ કોઈપણ બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે ખડેપગે રહે છે તથા કોરોનાના પહેલા અને બિજા વેવ દરમિયાન પણ યુવા આર્મી ગ્રુપ ઓક્સિજન એમ્બ્યુલન્સ તથા ભુખ્યા સુધી ભોજનની અવિરત સેવા આપી ચુક્યુ છે ત્યારે ગયકાલે ઝુલતા પુલ સાથે બનેલા ગોઝારા અકસ્માતની જાણ થતા યુવા આર્મી ગ્રુપના સભ્યો તાત્કાલિક બચાવ કર્યોમા લાગી ગયા હતા જેમા એમ્બ્યુલન્સ માટે થયને રોડ રસ્તા ખાલી કરાવવા તથા સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાફિક કંટ્રોલ કરાવવામાં મોરબી પોલીસ તથા વહીવટી તંત્રને મદદરૂપ થયું હતું તથા સિવિલ તથા સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડની જરુરીયાત પુરી કરવા ટીમ સ્ટેન્ડ બાય રહી હતી તદુપરાંત પાણી મા ગરકાવ થયેલા ઝુલતા પુલને બહાર કઢાવવા થી લયને તેને કાપવા સુધીની કામગીરીમાં ગ્રુપના સભ્યો મદદરૂપ થયા હતા.
આખી રાત ચાલેલા આ બચાવ કાર્યમા યુવા આર્મી ગ્રુપના ભાઈઓ તથા બહેનો કોઈપણ જરૂરિયાતમા મદદરૂપ થવા સ્ટેન્ડ બાય રહ્યા હતા અને દરેક પરિસ્થિતિમા બની શકે તેટલો સાથ સહકાર આપવા પ્રયાસ કર્યો હતો.
આજે પણ યુવા આર્મી ગ્રુપ દ્વારા સિવિલ તથા આયુષ હોસ્પિટલમાં આ અકસ્માતમાં ભોગ બનેલાને સારવાર લઈ રહેલા દર્દીઓને મળીને તેમને ફ્રુટ, બિસ્કીટ તથા જ્યુસની કિટ આપીને મદદરૂપ થયુ હતું
અને હજુ પણ આ બચાવ કાર્ય દરમિયાન મદદરૂપ થવા બ્લડની ઈમરજન્સી જરુરીયાત પુરી કરવા યુવા આર્મી ગ્રુપના સભ્યો સ્ટેન્ડ બાય રહેશે.
મોરબી કે રાજકોટ કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે જરૂરિયાત સમયે બ્લડ ડોનેટ કરવા યુવા આર્મી ગ્રુપની હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી શકો છો તેવું યુવા આર્મી ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલિયાની યાદીમા જણાવ્યું હતું.