આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નારીત્વનું સન્માન કરવા ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ CBSE કેમ્પસ, સોલાર કલોક પાછળ શનાળા ગામ ખાતે તા ૮ નાં રોજ વિમેન્સ ડે સેલિબ્રેશન કરવામાં આવશે.
જેમાં માતાઓ, દીકરીઓ અને બહેનો આધારિત ખાસ કાર્યક્રમ યોજાશે અને વૂમન પાવર સંબંધિત પરફોર્મન્સ અને ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જે મહોત્સવમાં બ્લેક અથવા રેડ સાડીનો ડ્રેસ કોસ રાખવામાં આવ્યો છે.
માળીયા મીંયાણા તાલુકાના મોટાભેલા ગામથી જશાપર ગામને જોડતો રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ મોરબીના અન્ય રોડ રસ્તાઓનુ કામ ચાલુ કરી પૂર્ણ કરવા માટે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.
કાંતિલાલ બાવરવાએ રજુઆતમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના મોટા ભેલા...
મોરબીના ઘુંટુ ગામે રોડનું કામ છેલ્લા એક મહિનાથી થયેલ છે જેમાં મોટો ભુવો પડી જતાઆ કામ તાત્કાલિક રોકાવી ગુણવત્તાયુક્ત કામ કરાવવા ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકાની ઘુંટુ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના મોરબીથી હળવદ...