સ્પર્ધામાં વિજેતા નવયુગ પરિવારના ધોરણ ૧૨ કોમર્સના ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે શુભેચ્છાઓ પાઠવી
એથલેટીક્સ નેશનલ યુથ સ્પોર્ટ્સ અનેડ એજ્યુકેશન ફેડરેશન દ્વારા ગોવા ખાતે એથલેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધાનું આયોજન હેમંત પવાર દ્વારા કરવામાં આવ્યું હતું
એથ્લેટીક્સ નેશનલ યુથ સ્પોર્ટ એન્ડ એડ્યુકેશન ફેડરેશન ઇન્ડિયા દ્વારા ગોવામાં હેમંત પવાર આયોજિત સ્પર્ધામાં મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓ ગામી દિપ કૌશિકભાઈ એ ઊંચી કુદમાં, જસાપરા મનંત પ્રકાશભાઈ એ ગોળાફેંકમાં અને કંઝારિયા જયદીપ રમેશભાઈ એ બરછીફેંકમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યા હતા.